ટ્રક કાર માથે પટકાવા છતાં સદનસીબે જાનહાની નહિ, પણ બોનેટમાં નુકસાન
મોરબી : મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે તા.25ના રોજ સાંજના સમયે પુરપાટ ઝડપે જઈ રહેલા ટ્રક ચાલકે અચાનક બ્રેક મારતા ટ્રક પલ્ટી ગયો હતો અને પલ્ટી માર્યા બાદ કાર ઉપર ખાબકતા કારના બોનેટમાં નુકશાન પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જો કે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે ગત તા.25ના રોજ સાંજના સમયે જીજે - 12 - એઝેડ - 9609 નંબરના ટ્રક ચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી અચાનક ટ્રકને બ્રેક મારતા ટ્રક પલ્ટી મારી ફરિયાદી નીતિનભાઈ દેવજીભાઈ રાઠોડ રહે.જૂની પીપળી વાળાની જીજે - 36 - એલ - 6158 નંબરની કારના બોનેટ પર પટકાતા કારમાં નુકશાન પહોંચતા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.