Friday - May 01, 2026

મહાશિવરાત્રી પર્વે મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આજે 'મહારુદ્રી કાર્યક્રમ'નું ભવ્ય આયોજન

મહાશિવરાત્રી પર્વે મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા આજે 'મહારુદ્રી કાર્યક્રમ'નું ભવ્ય આયોજન

મોરબી: મોરબી મચ્છુ કઠિયા સઈ-સુતાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ 'મહાશિવરાત્રી' નિમિત્તે આજે તારીખ ૧૫/૦૨/૨૦૨૬ ને રવિવારના રોજ ભવ્ય "મહારુદ્રી કાર્યક્રમ" નું આયોજન કરવામાં આવ્યું છે.

​આ ધાર્મિક કાર્યક્રમનો મુખ્ય હેતુ જ્ઞાતિજનોમાં એકતા અને ધાર્મિક ભાવના વધારવાનો છે. આ પ્રસંગે તમામ જ્ઞાતિજનોને સહપરિવાર પધારીને મહારુદ્રી પૂજાના પાવન દર્શનનો લાભ લેવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા માટે ટ્રસ્ટ દ્વારા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

કાર્યક્રમની વિગત:

  • તારીખ: ૧૫/૦૨/૨૦૨૬, રવિવાર (આજે)
  • સમય: બપોરે ૦૩:૦૦ કલાકથી
  • સ્થળ: શ્રી મ.ક.સ.સુ. (દરજી) જ્ઞાતિની વાડી, લખધીર વાસ, મોરબી.
  • આ આયોજન અંગે અથવા પૂજા અંગે વધુ માહિતી માટે નીચેના અગ્રણીઓનો સંપર્ક કરી શકાય છે:
  • શ્રી દિપકભાઈ રાઠોડ (૯૮૨૫૪ ૧૧૮૮૨)
  • શ્રી નિયોગભાઈ રાઠોડ (૯૨૨૮૧ ૩૭૩૭૨)
  • શ્રી અજયભાઈ ચૌહાણ (૯૮૯૮૧ ૨૫૧૭૫)
  • શ્રી ડાયાભાઈ ધામેચા (૯૪૨૬૨ ૨૪૮૧૫)
  • શ્રી દિલીપભાઈ ધામેચા (૯૯૭૯૯ ૫૦૪૧૮)
  • શ્રી ભાવિકભાઈ પરમાર (૭૯૮૪૨ ૪૦૩૦૮)
  • કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સૌ સાથે મળીને ફરાળી અલ્પાહારનો આનંદ લેશું.