મોરબી જિલ્લામાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે મંગળવારે રાત્રે 9 વાગ્યાએ મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોની સ્થિતિ સિંચાઇ વિભાગના જણાવ્યા મુજબ નીચે મુજબ છે..
વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાં હાલમાં 78195 હજાર કયુસેક પાણી આવી રહ્યું છે. મચ્છુ 1 ડેમ 5 ફૂટે ઓવર ફલો થઈ ગયો છે.
મોરબીની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 1.48 લાખ કયુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 16 દરવાજા 15 ફૂટ સુધી ખુલ્લા છે.
જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 1.57 લાખ કયુસેક જેટલા પાણીની આવક થઇ રહી છે. મચ્છુ 3 ડેમના 14 દરવાજા 12.5 ફૂટ ખોલી 1.57 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ટંકારાના ડેમી 1 ડેમમાં 6372 કયુસેક પાણીની આવક ચાલુ છે. આ ડેમ 0.29 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે.
ડેમી 2 ડેમમાં 9519 કયુસેક પાણીની આવક છે. આ ડેમ 100 ટકા જેટલો ભરાયો છે. અને હાલમાં ડેમનાં 1 દરવાજા 4.5 ફૂટ ખુલ્લા છે.