Monday - Aug 24, 2026

શાળામાં ઓરડા અને રમત ગમતના મેદાનની ખોટ

શાળામાં ઓરડા અને રમત ગમતના મેદાનની ખોટ

 મોરબી જિલ્લો ઉદ્યોગો થવાથી પૂરેપૂરો તો નહીં પણ અમુક અંશે ખેતી ઉપર નિર્ભર છે. હજુ પણ મોટાભાગના ગામો ખેતી સાથે જોડાયેલા હોય પણ સિંચાઇની સુવિધા ન હોવાથી ખેડૂતો યોગ્ય પાક લઈ શકતા જ નથી. આવું જ એક વધુ ગામ એટલે મોરબીનુ અમરાપર-નાગલપર(જુનું)ગામ છે.આ ગામમાં સિંચાઇની સુવિધા જ નથી. એટલે ગામનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં વર્ષમાં એક જ પાક લઈ શકે છે. એટલે આ ગામની ખેતી વરસાદ આધારિત હોય સારો વરસાદ પડે ત્યારે સીઝનમાં એકવાર જ પાક લઈ શકે છે. જો વરસાદ ન પડે તો આખું વરહ માઠું જાય છે.

મોરબીનુ અમરાપર-નાગલપર(જુનું)ગામના માજી સરપંચ સંજયભાઈએ જણાવ્યું હતું કે, આ ગામ 175 વર્ષ જૂનું હોય અને હવે ગામના બે ભાગ પડી ગયા હોય પણ આ ગામ હાલ વહીવટીદારને હવાલે અને વસ્તી 830 લોકોની છે.જો કે ગામની શુદ્ધ આબોહવા છે. એટલે બીમારી ઓછી હોય છતાં પણ સંજોગવસાત પણ ગામલોકોને બીમાર પડવું કોઈ કાળે પરવડે જ નહીં. કારણ કે ગામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જ નથી. લોકોને માંદા પડે તો સારવાર લેવા 4 કિમિ દૂર જવું પડે છે. ગામમાં 1થી 8 ધો. ની સ્કૂલ છે. પણ વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ ઓરડા અને રમત ગમતના મેદાનની કમી છે.અરજી કરેલ છે જે કલેક્ટર ઓફીસ માં પેન્ડિંગ છે 90% પોંહચી ને અટકી ગયેલ છે, રોડ રસ્તા, ભૂગર્ભ ગટર, લાઈટ છે પણ કચરા માટે સાધનો આવ્યા નથી. પીવાના પાણી સુવિધા છે. પણ પાણીના સ્ટોરેજ માટે સંપની જરૂરિયાત છે. આ ગામથી બગથળાને જોડતો 4 કિમીનો માર્ગ કાચો હોવાથી ગામલકોને સૌથી ચોમાસામાં ખુબ તકલીફ પડે છે. એ ચાર કિલોમીટર નો માર્ગ પાકો થાય તો ગામ ને ખુબ રાહત થાય એમ છે.