Sunday - Jul 26, 2026

મોરબીના અલગ અલગ ત્રણ સ્થળે જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાયા

મોરબીના અલગ અલગ ત્રણ સ્થળે જુગાર રમતા 16 જુગારીઓ ઝડપાયા

નવલખી રોડ રણછોડનગર પાસે જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

મોરબી :મોરબીના નવલખી રોડ રણછોડનગર સાંઇબાબાના મંદિર નજીક અલીમામદભાઇ જુમાભાઇ સુમરા,નુરમામદભાઇ મહમદહાસમ બુખારી,શૌકતભાઇ ઇસ્માઇલભાઇ સાયચા,શેરબાનુબેન રફીકભાઇ પઠાણ,રેશ્માબેન ઉર્ફે રસીદાબેન સદામભાઇ પઠાણ,દેવુબેન ઉર્ફે રેવાબેન પોલાભાઇ વાણીયા અને લલીતાબેન ઉર્ફે લીલાબેન શાંતીલાલ મારૂને પોલીસે જુગાર રમતા કુલ રૂ.-13,380 નો મુદામાલ સાથે પકડી લીધા હતા.

મોરબી તાલુકાના મકનસર ગામે ગોકુલનગર સંતોષટ્રાન્સપોર્ટ પાસે જાહેરમાં જુગાર રમતા શંકરભાઈ ટીકુભાઈ દેગામા,રમેશભાઈ બાબુભાઈ દેગામા,શકતીભાઈ મંગાભાઈ થરેસા,આકાશભાઈ ધર્મન્દ્રભાઈ પાટડીયા અને વિરમભાઇ દેવશીભાઈ સારલા ને પોલીસે પકડી પાડ્યા હતા.તે શખ્સો પાસેથી કુલ રૂ.-3500 નો મુદામાલ પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો.તે શખ્સો વિરુદ્ધ જુગાર રમવા બાબતે મોરબી તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસર ની કાર્યવાહી કરી હતી.
મોરબી તાલુકાના મકનસર ગામમાં આવેલા બહુચર પાન નામની દુકાનના પાછળના ભાગે કેટલાક શખ્સ જાહેરમાં જુગાર રમતા હોવાની મોરબી તાલુકા પોલીસ ની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ સ્થળ પર ત્રાટકી હતી અને જુગાર રમતા નટુભાઇ અમરશીભાઇ દેગામાં, કલ્પેશભાઇ કાળુભાઇ ગુઢડીયા,મહેશભાઇ ધીરૂભાઇ દેગામા,ગોપાલભાઇ ભુરાભાઇ વાહરેસીયા રહે તમામ મકનસર વાળાને ઝડપી લીધા હતા અને ત્નેઈ પાસેથી રૂ1800 રોકડ અને જુગાર સાહિત્ય સહિતનો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.