Saturday - May 02, 2026

મોરબીમાં રામજી કી નીકલી સવારી...ના નાદ સાથે નીકળશે ભગવાન શ્રીરામની શોભાયાત્રા

મોરબીમાં રામજી કી નીકલી સવારી...ના નાદ સાથે નીકળશે ભગવાન શ્રીરામની શોભાયાત્રા

15 થી વધુ શાળાઓના ફ્લોટ્સ, વિવિધ આકર્ષણો, બગી અને શણગારેલા વાહનો સાથે શહેરના 30 થી વધુ સ્થળોએ સનાતની હિન્દુ સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

મોરબી : મર્યાદા પુરુષોત્તમ અને કૌશલ્યા નંદન ભગવાન શ્રીરામના જન્મોત્સવ એટલે રામનવમીને લઈને મોરબીવાસીઓ રામની ભક્તિમાં તલ્લીન થઈ ગયા છે. જેમાં મોરબીમાં સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનોએ એક નેજા હેઠળ આવી પ્રતિ વર્ષ મુજબ આ વર્ષે પણ ભગવાન શ્રીરામના જન્મોત્સવની ભક્તિભાવ અને ધર્મોલ્લાસભેર ઉજવણી કરવામાં આયોજન કરવામાં આવ્યું છે. આથી 26 માર્ચ, ગુરુવારે તમામ હિન્દૂ સંગઠનો દ્વારા રામનવમીએ શહેરમાં ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે.

મોરબીમાં રામજી કી નીકલી સવારી...ના નાદ સાથે નીકળશે ભગવાન શ્રીરામની શોભાયાત્રા

રામનવમીના પાવન અવસરે 26 માર્ચના રોજ સાંજે 4 વાગ્યે સર્કિટ હાઉસથી "રામજી કી નિકલી સવારી"ના નાદ સાથે ભગવાન શ્રીરામની ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન કરાશે.આ શોભાયાત્રામાં 15 થી વધુ શાળાઓના ફ્લોટ્સ અને વિવિધ આકર્ષણો તેમજ બગી અને ફૂલો સહિતના ધજાકા પતાકા સાથે અદભુત રીતે સજાવેલા વાહનો સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો જોડાશે અને શહેરના 30થી વધુ સ્થળોએ સનાતની હિન્દુ સમાજ દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવશે. ઉપરાંત શોભાયાત્રામાં બાળકો શિવ, રામ અને કૃષ્ણ જેવા પૌરાણિક પાત્રોની વેશભૂષામાં સજ્જ થઈને ભક્તિભાવ સાથે ભારે જમાવટ કરશે. શોભાયાત્રા સર્કિટ હાઉસથી નીકળી મહારાણા પ્રતાપ સર્કલ, નવો પુલ, વીસી ફાટક, ત્રિકોણ બાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, રામ ચોક, નવા બસ સ્ટેન્ડ, બાપા સીતારામ ચોક, સીતા ચોક, રવાપર રોડ, ચકીયા હનુમાન, શાક માર્કેટ, નેહરૂ ગેટ, દરબારગઢ સહિતના મુખ્યમાર્ગો પર ફરીને શોભાયાત્રા દરમિયાન નવા બસ સ્ટેન્ડ અને નગર દરવાજા ચોક ખાતે વિશેષ આરતી સાથે સ્વાગત કરવામાં આવશે. રાત્રે 12 વાગ્યે દરબારગઢ સ્થિત રામ મહેલ મંદિર ખાતે ભવ્યાતિભવ્ય મહાઆરતી કરાશે.