Saturday - Oct 03, 2026

ટંકારાના બંગાવડી ગામે ઝાડ ઉપર ચડી ડાળી કાપતો યુવાન ડાળી ઉપરથી પટકાતા યુવાનનું મોત

ટંકારાના બંગાવડી ગામે ઝાડ ઉપર ચડી ડાળી કાપતો યુવાન ડાળી ઉપરથી પટકાતા યુવાનનું મોત

ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામની સીમમાં કેશુભાઈની વાડીમાં રહી ખેતમજૂરી કરતા મૂળ દાહોદના વતની કલસિંગ બનાભાઈ પરમાર ઉ.વ.35 નામનો યુવક પીપળના ઝાડ ઉપર ચડી ડાળી કાપતો હતો ત્યારે ડાળી પરથી પડતા ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.