હળવદની 1 ટીમ, મોરબીની 3 ટીમ, ધાંગધ્રાની 2 ટીમ, વાંકાનેરની 1 ટીમ અને સુરેન્દ્રનગરની 2 મળી કુલ 9 ફાયર ટીમોએ ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો
હળવદ : હળવદના કોયબા ગામ નજીક આવેલી યુનિટી ગ્રીનકોન નામની ટાયર બનાવતી ફેક્ટરીમાં ગઈ કાલે બપોરે 12 વાગ્યે આગ લાગવાની ઘટના બની હતી. કુલ 9 ફાયર ટેન્ડરની મદદ લઇ મોડી રાત્રે આ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે.
કોયબા ગામ નજીક ટાયર બનાવતી ફેક્ટરીમાં આગ લાગ્યાની જાણ થતાં જ હળવદ મિની ફાયરની ટીમ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. આગ વધુ ભયાનક અને વિકરાળ હોવાથી કુલ 9 ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી હતી. આ કામગીરીમાં અલગ-અલગ વિસ્તારોની ફાયર ટીમો જોડાઈ હતી, જેમાં હળવદની 1 ટીમ, મોરબીની 3 ટીમ, ધાંગધ્રાની 2 ટીમ, વાંકાનેરની 1 ટીમ અને સુરેન્દ્રનગરની 2 ટીમનો સમાવેશ થાય છે. આ તમામ 9 ફાયર ટીમોએ સાથે ઓલ ફાયર ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી છે. હાલમાં આગ કાબુમાં છે, કોઈ જાનહાનિ થઈ નથી. જોકે, ટાયરનો વેસ્ટ હોવાથી આગ કાબુમાં આવ્યા બાદ 3 થી 4 કલાક જેટલો સમય કુલિંગની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. ઘટનાસ્થળે નિરીક્ષણ કરી ટાયર વેસ્ટને 1 JCB, 1 લોડર, 1 ઇટાસી અને 1 ડમ્પરની મદદથી ડમ્ફરમાં ભરી, માલ શિફ્ટિંગ કરી, કુલિંગ કરી બહાર સ્ટેન્ડબાય કરીને ફરી સ્ટોર કરવામાં આવ્યો છે.તેમ મોરબી મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર જયેશ ડાકીએ જણાવ્યું હતું.