મોરબીમાં ગતરાત્રે ફરી એકવાર સ્ટેટ મોનીટરીંગ સેલના ઈંગ્લીશ દારૂના મોટા જથ્થા ઉપર સફાયાથી આ દારૂનું ગોડાઉન કોના ઈશારે ચાલતું અને પડદા પાછળ ક્યાં છુપા નેતાઓનો આશીર્વાદ જવાબદાર ? તેમજ આવડું મોટું દારૂનું ગોડાઉનની સ્થાનિક પોલીસને કેમ ગંધ ન આવી અને કદાચ ગંધ આવી તો ખાતાનું મોઢું રૂપિયાથી કે, વગના જોરે બંધ કરાયું ? અને દારૂબંધી હોવા છતાં એટલા મોટા પ્રમાણમાં દારૂ પકડાય એનો મતબલ એવો કે મોરબીમાં દારૂબંધી છે જ નહીં ?
મોરબી તાલુકાના લાલાપર ગામ નજીક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં એસ.એમ.સી એ દરોડા પાડી અંદાજીત ૧૫૦૦થી વધુ પેટી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી ડ્રાઇવર સહિતના શખ્સો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોડી રાત્રે મોરબી તાલુકાના લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટની અંદર આવેલ શાનવી ટ્રેડિંગ નામના ગોડાઉનમાં લાખો રૂપિયાનો ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની ખાનગી રાહે બાતમી મળતાં સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા જેના ભાગરૂપે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે શાનવી ટ્રેડિંગ લખેલ ગોડાઉનમાં દરોડા પાડતા જ્યાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોય ત્યારે એસ એમ સી ના દરોડા દરમિયાન જુદી જુદી બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ, ટ્રક, બોલેરો અને કાર મળી કુલ સવા કરોડ થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ગોડાઉનમાં હાજર શ્રમિકો અને ડ્રાઇવર સહિતના સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તો સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને એસ એમ સી ટીમે દરોડા પાડી પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરાયા છે.