રાળાથી આઈટીની જોબ છોડી ભવ્ય ભારતની ઐતિહાસિક વિરાસત જાણવા માણવા યુવાન સાયકલ પર જ ભારત ભ્રમણએ નીકળ્યો
મોરબી : બહાર વિશે મેરા દેશ મહાન એ વાક્ય અમથુ જ નથી જાણીતું બન્યું છે. ભારતમાં જ રહેતા કરોડો હિન્દુસ્તાનીઓએ ક્યારેય પણ આખા ભારતનું ભ્રમણ કર્યું જ નહીં હોય. ત્યારે ભારતના કેરાલામાં યુવાને ઉચ્ચમાં પણ ઉચ્ચ લેવલ એટલે આઈ ટી ક્ષેત્રે જોબ કરતા પણ ભલે કદાચ લાખો આ કમાણીથી મળતા હોય પણ આ નોકરીમાં એનું મન લાગતું ન હોય એટલે નોકરી સતત બોજ લાગતી હોય એને જીવનમાં કઈક તો મહત્વનું ખૂટતું હોય એવું અનુભવ્યું હતું.
કેરાળાના કોચીનમાં રહેતા વેલમલન નામના યુવાને કહ્યું હતું કે, તેમનું વતન એટલે સમગ્ર દેશમાં અને તમામ રાજ્યોની સરખામણીમાં કેરાળામાં વર્ષોથી 100 ટકા શિક્ષણ છે. એટલે તેઓએ પણ શિક્ષણ પૂરું કર્યા બાદ એક ખાનગી કંપનીમાં આઇટીમાં સારા પગાર સાથે જોડાઈ તો ગયો અને નોકરીમાં પર્ફોર્મન્સ પણ સારું હોવા છતાં તેનું મન બેચેન રહેતું. એટલે જીવનમાં ખાલીપો એને ખાવા દોડતો એવો એને અહેસાસ થતો હોય આખરે આ દિશામાં મનોમંથન કરીને પહેલા મનમાંથી કામનો બોજ હળવો કરવા અને તેમને સોંપેલી જવાબદારી વફાદારીથી નિભાવી અને નોકરી સહિત ધરનું દરેક કામ પુરી નિષ્ઠાથી કરવું તે માટે થોડા મહિના અગાઉ નોકરીમાં લીવ લઈને પુરા ભારતમાં ઘૂમી દરેક રાજ્યની આલગ અલગ સંસ્કૃતિ અને રીતભાત તેમજ મોટાભાગના લોકો જમવાનુ સાહિત બધી જ જવાબદારી પુરી પાડે છે. તેણે કહ્યું કે, ઘણા રાજ્યો સાયકલથી ઘૂમ્યો છું અને હજુ ઘણા રાજ્યો બાકી હોય તેઓ એક થેલોમાં દિનચર્યા માટે સાધનો સાયકલ તેમજ સાયકલ માટે પંચ સહિતની સુવિધા સાથે રાખી છે. છેલ્લે તેણે એટલું જરૂર કહ્યું કે, પ્રકૃતિની લીલીછમ ગોદમાં જે આનંદ આવતો હોય એ આનંદ હવે વિકાસની આડમા મૃતપાય થઈ રહ્યો છે.