Saturday - May 18, 2024

હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવાના પ્રશ્ને બઘદાટી બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી-મારામારી બાદ એકબીજાએ સામસામે ફરિયાદ નોંધાવી

હળવદના સાપકડા ગામે વાડીએ બકરા ચરાવવાના પ્રશ્ને બઘદાટી

બન્ને પક્ષો વચ્ચે બોલાચાલી-મારામારી બાદ એકબીજાએ સામસામે ફરિયાદ નોંધાવી

ળવદના સાપકડા ગામે વાડીએ લીલુંછમ ઘાસ બકરાને ચરાવવા મુદ્દે  શાબ્દિક ટપાટપી થતા આ સમગ્ર મામલે વટે ભરાયો હતો. આ બકરા ચરાવવા મુદ્દે થયેલી માથાકૂટમાં મારામારીથી એકબીજાના ટોલા રંગાય જતા તમામ ધાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા બાદ સામસામી ફરિયાદ નોંધાઇ છે.

હળવદના સાપકડા ગામે રહેતા વીજુબેન નાનજીભાઈ નંદેસરીયા નામના મહિલાએ તેમના જ ગામમાં રહેતા  ભુપતભાઈ કાનજીભાઈ સોરીયા અને લખમણભાઇ પાંચાભાઇ ભરવાડ સામે ફરિયાદ નોંધાવી કે, સાપકડા ગામની ડુંગર સીમમાં તેઓની ભાયુંભાગની આવેલી વાડીમાં આરોપીઓએ તેમના બકરા ચરાવતા હોય તેને બકરા ચરાવવાની ના પાડતા આરોપીઓએ ગાળો આપી હતી અને ત્યારે ફરિયાદીની દીકરી ભારતીને ભુપતભાઈ સોરીયાએ તેની પાસે રહેલ કુહાડીના હાથા વડે માથાના ભાગે માર મારતા માથામાં તેને ઇજા  કરી ફરિયાદી મહિલાને કુહાડીના લાકડીના હાથા વડે ડાબા હાથના કાંડામાં મારતા તેને ઈજા થઈ હતી તેમજ લખમણભાઇ ભરવાડે છૂટા પથ્થરના ઘા કરી ફરિયાદીની દીકરી રાધિકાબેનને ડાબા હાથે ઇજા કરી હતી

સામાપક્ષેથી મારામારીની ઘટનામાં  ભુપતભાઈ કાનાભાઈ સોરીયાએ રાધિકા નાનજીભાઈ નંદેસરીયા, ભારતી નાનજીભાઈ નંદેસરીયા, વર્ષા નાનજીભાઈ નંદેસરીયા, વિજુબેન નાનજીભાઈ નંદેસરીયા તેમજ વિજુબેનના જમાઈ મેહુલ સામે ફરિયાદ નોંધાવી કે, રાધિકા, ભારતી અને વર્ષાએ ફરિયાદી તથા લક્ષ્મણભાઈને બકરા ચરાવવા બાબતે ગાળો આપી હતી અને વીજુબેને ત્યાં આવી ફરિયાદી અને લખમણભાઇને પથ્થરો મારતા તેઓને ડાબા ખભે, દાઢી તથા હોઠના ભાગે ઇજા થઈ હતી અને મેહુલે ત્યાં આવીને હાથમાં રહેલ છોરીયા વડે ફરિયાદીને ડાબા હાથની કોણીના ભાગે મારતા તેને ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ તેણે હાલમાં ચાર મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે.