કાજલ હિન્દુસ્તની વિધર્મી ઉપર અગનગોળાની જેમ વરસી પડતી હોવાની વચ્ચે આ ધર્મનિરપેક્ષ દેશ એટલે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ હોવાથી ધર્મના નામે ઝેર ઓકતા હોય અગાઉ એની સામે પોલીસ ફરિયાદ અને આવેદન તેમજ વિરોધ પદર્શન પણ કરાતું હોવા છતાં તેઓ હજુ પણ ભાન ભૂલ્યા ન હોય એમ પાટીદાર સમાજની દીકરીઓ વિષે સુરતમાં જાહેરમાં બેફામ વાણી વિલાસ કરનાર કાજલ હિન્દુસ્તાનીને આંગણી બરોબરની નકુચામાં ફિટ થઈ ગઈ છે.
સુરતમાં એક જાહેર કાર્યક્રમમા પોતાનું નામ કાજલ ગણાવી અને ખરેખર પોતાની જાતને મોટી રાષ્ટ્પ્રેમી હિન્દુસ્તાની કહેવડાવવી અને વારંવાર કોમવાદ ભડકે ઈવા ભાષણ કરનાર આ મહિલા પર મોરબીના કોંગ્રેસના અગ્રણી મનોજ પનારા તૂટી પડયા હતા. કાજલ હિન્દુસ્તાની નામની મહિલાએ મોરબીની પાટીદાર સમાજની દીકરીઓને બદનામ કરવા સુરતમાં સરાજાહેર જાહેર મંચ ઉપરથી ચારિત્ર્ય ઉપર આક્ષેપ કરતા પાટીદાર સમાજમાં ભારોભાર પ્રચડ આકોશ ફાટી નીકળ્યો છે. આ મહિલાએ જાહેરમાં નર્યું ઝેર ઓકતા આ મામલે તપાસ બાદ ઘટનાને તથ્યહીન ગણાવી મનોજ પનારાએ મોરબી સીટી એ ડિવિઝનમાં પોલીસને અરજી આપતા હવે સુરતમાં ભાષણ આપ્યું હોય ત્યાંના ન પોલીસ મથકમાં વિવાદિત મહિલા સામે ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.