Saturday - May 18, 2024

મોરબીમાં યુવા કારખાનેદારને પરિવારે સ્તકર્મો થકી આપી શ્રધ્ધાંજલી શાળાના બાળકોને ભણવા માટે તમામ સ્ટેશનરીની કીટ અને પૌષ્ટિક આહાર ખવડાવ્યો

મોરબીમાં યુવા કારખાનેદારને પરિવારે સ્તકર્મો થકી આપી શ્રધ્ધાંજલી

શાળાના બાળકોને ભણવા માટે તમામ સ્ટેશનરીની કીટ અને પૌષ્ટિક આહાર ખવડાવ્યો
મોરબીમાં યુવા કારખાનેદારને પરિવારે સ્તકર્મો થકી આપી શ્રધ્ધાંજલી

શાળાના બાળકોને ભણવા માટે તમામ સ્ટેશનરીની કીટ અને પૌષ્ટિક આહાર ખવડાવ્યો

મોરબીના નારણકા ગામે વર્ષોથી ચાલી આવતી ધાર્મિક પરંપરાને ત્યજી બીજાની ખુશીમાં જ આપણી ખુશીને સાકાર કરી એક શ્રીમંત પરિવારના પુત્રની પુણ્યતિથિએ આજના જમાના પ્રમાણે ગામની સ્કૂલના તમામ બાળકોને ભણવા માટેની તમામ શૈક્ષણિક કીટ આપી બીજાના ભલામાં જ આપણું ભલું હોવાનો સંદેશ આપ્યો છે.

મોરબીના નારણકા ગામના રુદ્રા ડેકોર- કોટા અને  શિવ લેમીનેટ્સ, ઉમા ડેવલોપર્સ ગ્રુપના જાણીતા કારખાનેદાર યોગેશભાઈ છગનભાઇ મેરજાએ માત્ર  42 વર્ષની વયે જ આજથી ત્રણ વર્ષ પહેલા એટલે ગત તા. 18, 3, 21ના રોજ જીવનદીપ બુઝાય ગયો હતો. મોટો બિઝનેશ ધરાવતા આ ગ્રુપમાં સર્વેસ્વરને ભગવાને છીનવી લેતા આ બહોળા પરિવાર પર આઘાત બીજલી ત્રાટકતા 15-20થી વધુ સભ્યોને એક તાંતણે બાંધીને પરિવારના મોભ સમાં છગનભાઈ મેરજા પણ આઘાતથી સુનમુન થઈ ગયા હતા. પણ પછીથી ગીતાના શ્ર્લોક વાંચીને છેલ્લી ઘડી સુધી સાચું અને સારું કામ કરવાનું નક્કી કરી આ સ્તકાર્યથી દિવંગતને અંજલિ આપવામાં આવે છે. તેથી આજે પણ યોગેશભાઈ છગનભાઇ મેરજાની ત્રીજી પુણ્યતિથિ હોવાથી પરિવારે ગામની સ્કૂલના દરેક બાળકોને આગળ અભ્યાસ માટે પેટી, દફતર, અદભુત ગૂંથણના થેલા, કંપાસ,  નોટબુક, પાઠય પુસ્તક સહિતની કીટ આપી હતી.