મોરબી તાલુકાના ગોરખીજડિયા નજીક આવેલ તીર્થંક પેપરમિલમાં લોડર ચાલકે રિવર્સમાં લેતા પાછળ આરામ ફરમાવતો શ્રમિક ઉપર લોડર ફરી વળતા તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જેમાં નાઈટ ડ્યુટીમાં કામ કરતો શ્રમિક થોડાવાર માટે પેપર વેસ્ટ ઉપર આરામ કરવા ગયો એ દરમિયાન લોડર ચાલકે રિવર્સમા લોડર લેતી વખતે યુવાન ઉપર લોડરનું ટાયર ફેરવી દેતા યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબીના ગોરખીજડિયા નજીક આવેલ તીર્થંક પેપરમિલમાં કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની શ્રમિક ત્રિવેણીબેન હરિસિંગ લોધી નમના પરિણીતાએ જીજે – 36 -એસ – 4346 નંબરના લોડર ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.1જુલાઈના રોજ વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં તેણીના પતિ હરિસિંગ ફેરનસિંગ લોધી તીર્થંક પેપરમીલમા નાઈટ ડ્યુટીમાં હતા અને વહેલી સવારે પેપર વેસ્ટમાં આરામ કરવા સુવા માટે આડા પડતા લોડર ચાલકે પાછળ જોયા વગર લોડર રિવર્સમા લઈ હરિસિંગ ઉપર લોડર ચડાવી દેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.