મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ સ્વરા માઇક્રોન નામના કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના વતની લક્ષ્મણભાઇ લાલાભાઈ ગોદાએ જીજે – 36 – એએલ – 0476 નંબરના લોડર ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના પત્ની મંજુલાબેન ઉ.35 કારખાનામાં કામ કરતા હતા ત્યારે લોડર ચાલકે બેફિકરાઈથી લોડર રિવર્સમાં લઇ મંજુલાબેનને ટાયર નીચે કચડી નાખતા બનાવ સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ લોડર ચાલક નાસી ગયો હતો. મંજુલાબેનનું મૃત્યુ થતા પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.