ટ્રક ચાલક ફરાર, 468 બોટલ અને 232 ચપલા જપ્ત
મોરબી : મોરબી-કચ્છ હાઇવે રોડ પર માળીયાના વિદરકા ગામના પાટીયા પાસે આવેલ ડીસન્ટ હોટલના ગ્રાઉન્ડમાંથી પોલીસે એક સફેદ માટી ભરેલા ટ્રકમાંથી રૂ.4.21 લાખનો વિદેશી દારૂ સહિત કુલ રૂ. 34,21,296 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. જો કે પોલીસના આ દરોડામાં આરોપી ટ્રક ચાલક હાથમાં આવ્યો ન હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર આર. એસ. પટેલની સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર. પી. જાડેજા અને તેમની ટીમને બાતમી મળી હતી કે RJ-19-GE-9114 નંબરના ટાટા કંપનીના ટ્રક ટ્રેઇલરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. આ બાતમીના આધારે દરોડો પાડી તપાસ કરતા ટ્રકમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 468 બોટલો અને 232 ચપલા મળી આવ્યા હતા. જોકે, પોલીસની આ કાર્યવાહીની જાણ થતાં જ ટ્રકનો ચાલક પોતાનું વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. પોલીસે એક સફેદ માટી ભરેલા ટ્રકમાંથી રૂ.4.21 લાખનો વિદેશી દારૂ, 30,00,000 રૂપિયાની કિંમતનાના ટ્રક ટ્રેઇલર, સહિત કુલ રૂ. 34,21,296 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ બનાવ સંદર્ભે માળીયા (મીં) પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપી ડ્રાઈવરને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.