Wednesday - May 27, 2026

માળિયા (મી.)ના મોટા દહીંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, 3 ફરાર

માળિયા (મી.)ના મોટા દહીંસરા ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા 6 ઝડપાયા, 3 ફરાર

રોકડા રૂ. 1,03,000 અને 3 મોબાઈલ મળી કુલ 1,13,500 નો મુદ્દામાલ જપ્ત

મોરબી : મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડે માળિયા (મીં.) તાલુકાના મોટા દહીંસરા ગામની સીમમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા છે. આ દરોડા દરમિયાન અન્ય 3 શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેથી પોલીસે કુલ 9 આરોપીઓ સામે માળિયા (મીં.) પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી LCB પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે મોટા દહીંસરા ગામની સીમમાં ખરાબામાં આવેલ વોકળા કાંઠે ખુલ્લી જગ્યામાં અમુક શખ્સો ગંજીપાનાના પાના અને પૈસાવતી હારજીતનો જુગાર રમી રહ્યા છે. આ હકીકતના આધારે પોલીસે રેડ કરતા સ્થળ પરથી 6 શખ્સો અમીતભાઈ જેરામભાઈ પટેલ (ઉ.વ. 45, રહે. પીપળી તા. જિ. મોરબી), નગીનભાઈ છગનભાઈ પટેલ (ઉ.વ. 54, રહે. ખાખરેચી તા. માળીયા મીં.), વિવેકભાઈ વિનોદભાઈ બાવાજી (ઉ.વ. 32, રહે. મોટા દહીંસરા), માનસીંગભાઈ દેવાભાઈ કોળી (ઉ.વ. 55, રહે. વવાણીયા), હસમુખભાઈ ઉર્ફે અશોકભાઈ વાલજીભાઈ રાઠોડ (ઉ.વ. 45, રહે. મોટા દહીંસરા) અને રમેશભાઈ મગનભાઈ પટેલ (ઉ.વ. 52, રહે. સરવડ)ને રોકડા રૂપિયા 1,03,000 અને 3 મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,500) મળી કુલ રૂપિયા 1,13,500 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. જ્યારે આ રેડ દરમિયાન શક્તિ કોળી (રહે. ધનાળા તા. હળવદ), અનીરૂધ્ધસિંહ જાડેજા (રહે. મોટા દહીંસરા) અને ચિરાગભાઈ રાઘવજીભાઈ પટેલ (રહે. સરવડ) નાસી છૂટ્યા હોવાથી પોલીસે આ ત્રણેય શખ્સોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.