Monday - May 04, 2026

હળવદ નજીક ચોખાની આડમાં દારૂની હેરાફેરીના કારાસ્તાનનો પર્દાફાશ, એક ઝડપાયો

હળવદ નજીક ચોખાની આડમાં દારૂની હેરાફેરીના કારાસ્તાનનો પર્દાફાશ, એક ઝડપાયો

હળવદ-માળિયા હાઇવે પર એલસીબીએ ટ્રેલરમાંથી રૂ.15.67 લાખનો દારૂ-બિયર ઝડપી લીધો

મોરબી : મોરબી એલસીબીએ હળવદ-માળિયા હાઇવે રોડ પરથી ટ્રેલરમાં ચોખાની બોરીઓની આડમાં છુપાવેલો રૂ.15.67 લાખનો વિદેશી દારૂ- બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે.તેમજ એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક આરોપી ફરાર છે.

મોરબી એલસીબીની ટીમે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે હળવદ-માળિયા હાઇવે પર સુખપર ગામ પાસે આવેલ બાબા રામદેવ હોટલ સામે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હકીકત મુજબનું ટ્રક ટ્રેલર નંબર GJ06 AV 7676 પસાર થતાં તેને રોકીને ચેક કરવામાં આવ્યું હતું. તપાસ કરતાં, ટ્રેલરમાં પાછળના ભાગે ભરેલી ચોખાની બોરીઓની નીચેથી રૂ.14,35,200 ની કિંમતની રોયલ ચેલેન્જ અને રોયલ સ્ટગ બ્રાન્ડની ઈંગ્લિશ દારૂની 1104 બોટલો અને રૂ. 1,32,000 ની કિંમતના કિંગ ફિશર બિયરના 600 ટીન સહિત કુલ રૂ. 15.67 લાખનો દારૂ-બિયરનો જથ્થો મળી 59,70,200ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ પોલીસે ટ્રક ટ્રેલરના ડ્રાઇવર, પ્રવિણ લાખાભાઇ પગી (ઉ.વ. 40, રહે. લાકડીયા, કચ્છ), ને સ્થળ પરથી પકડી પાડ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલ અન્ય એક આરોપી, સિધ્ધરાજસિંહ જાડેજા (રહે. લાકડીયા, કચ્છ), ને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.