મોરબી : મોરબી શહેરમાં નવલખી રોડ પર રેલવે ફાટક પાસે પાણીમાં ખાડામાંથી ગઈકાલે સવારના સમયે મળી આવેલ મૃતદેહ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ખેત મજૂરી કરતા યુવકનો હોવાનું સામે આવ્યું છે. જો કે, હજુ સુધી મૃત્યુનું કારણ અકબંધ છે.
મોરબી શહેરના નવલખી ફાટક નજીક ગઈકાલે સવારે પાણીના ખાડામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી.તપાસ દરમિયાન મૃતક મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની હોવાનું અને હાલમાં માળીયા મિયાણા તાલુકાના ખીરસરા ગામની સીમમાં ભગુભાઇની વાડીએ કામ કરતો રવીન્દ્રભાઈ ચુનિયાભાઈ ભુરિયા ઉ.33 હોવાનું ખુલ્યું હતું. હાલ તો પોલીસે મૃતક અહીં કેવી રીતે આવ્યો અને કેમ મૃત્યુ નીપજ્યું તે દિશામાં તપાસ કરી રહી છે.બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ ચાલુ રાખી છે.