Friday - Jul 03, 2026

મોરબીના સોખડા ગામે વીજળી ત્રાટકતા ખેતશ્રમિકનું મોત

મોરબીના સોખડા ગામે વીજળી ત્રાટકતા ખેતશ્રમિકનું મોત

મોરબી : મોરબી પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે સોખડા ગામે વીજળી પડતા એક યુવાનનું મોત થયું છે.

મોરબી - માળીયા નેશનલ હાઇવે પર આવેલા સોખડા ગામમાં પોતાના ખેતરમાં કામ કરતા મુકેશભાઇ નરભેરામબાઈ સુરેલા ( ઉ.વ.42) નામના યુવાન આજે સાંજે 6 વાગ્યે પડેલા વરસાદ વચ્ચે કામ કરી રહ્યા હતા ત્યારે સાંજના 6 વાગ્યે વિજળી પડતા તેમનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. આ બનાવના પગલે નાના એવા સોખડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.