અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયો
મોરબીમાં ભાડે આપેલું મકાન ખાલી કરવા મુદ્દે એક યુવાનની હત્યા કર્યાનો કેસ આજે મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે પુરાવા અને સરકારી વકીલની ધારદાર દલીલોને ધ્યાને રાખીને એક આરોપીને આજીવન કેદ ફટકારી છે અને અન્ય એક આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયો છે.
મોરબીમાં રહેતા કાનજીભાઈ લાભશંકર ચાઉં નામનો યુવાન તેના મિત્ર સુદામનું વીસીપરા વિસ્તારમાં એક વ્યકિતને ભાડે આપેલુ મકાન ખાલી કરાવવા ગયા હતા. ત્યારે ત્યાં સમીરશા ઉર્ફે ઈમ્તીયાઝ યાકુબશા અબ્દુલશા શાહમદાર અને સિકન્દર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલ્લાઉદીન કટીયા નામના શખ્સે મળી કાનજીભાઈને મકાન ખાલી કરાવવા કેમાં આવ્યો તેમ કહી ઝઘડો કરી છરી ઝીકીને હત્યા કરી નાખી હતી. આ હત્યાની બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે જે તે સમયે આરોપીઓની ધરપકડ કરી જેલહવાલે કર્યા હતા પોલીસે તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરતા કેસ સેસન્સ કોર્ટમાં તબદીલ થયો હતો જ્યાં પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજ દેવધરની કોર્ટમાં હિયરીંગ ચાલ્યું હતું આ કેસમાં સરકારી વકીલ વિજયકુમાર જાનીએ ફરીયાદી તરફી આ ઘટનામાં 30 મૌખિક પુરાવા અને 24 લેખિત પુરાવા રજુ કરી ધારદાર દલીલો કરી હતી.જેના આધારે કોર્ટે અરોપી સમીરશા ઉર્ફે ઈમ્તીયાઝ યાકુબશા અબ્દુલશા શાહમદારને આજીવન કેદ અને રૂ 10 હજારનો દંડ ફટકાર્યો હતો. બીજા એક આરોપી સિકંદર ઉર્ફે સિકલો ઉર્ફે ભૂરો અલ્લાઉદીન કટીયા શંકાનો લાભ આપી છોડી જાહેર કરાયો હતો.