મોરબી જિલ્લો ઔદ્યોગિક હોવાથી પોલ્યુશનનું નિયત્રણ કરવા માટે વૃક્ષોનું વધુને વધુ વાવવાની જરૂરતને ધ્યાને લઇ ટંકારા તાલુકામાં હરિયાળી ક્રાંતિ કરવા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આજના આધુનિક યુગમાં પ્રકૃતિનાં જતન પ્રત્યેની ભાવના મજબુત કરવાના આશય સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને एक_पेड़_मॉं_के_नामનો મંત્ર આપીને વૃક્ષારોપણ કરવા કરેલા આહવાનને સાકાર કરવાનાં ભાગરૂપે જિલ્લા સંયોજક અને યુવા ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત ટંકારા તાલુકાના પ્રેરણા શૈક્ષણિક સ્કૂલ અને દેવકુંવર શૈક્ષણિક સ્કૂલ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવેલ હતો તેમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભભાઈ દેથરીયા ટંકારા ભાજપ ઉપપ્રમુખ દિનેશભાઈ વાઘરીયા ટંકારા ભાજપ મહામંત્રી, રૂપસિંહ ઝાલા રસિકભાઈ દુબરીયા ટંકારા તાલુકા સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડના સંયોજક રાજ દેત્રોજા નિલેશ પટણી, સ્કૂલના શિક્ષકગણો હાજર રહ્યા હતા.