Thursday - Apr 16, 2026

જુના જોગી જયંતીલાલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યા બાદ હવે ભાજપમાં જોડાવાની જાહેરાતથી ભારે ઉત્તેજના

જુના જોગી જયંતીલાલ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ કોંગ્રેસમાંથી છેડો ફાડી નાખ્યા બાદ હવે ભાજપમાં જોડાવાની જાહેરાતથી ભારે ઉત્તેજના

 આગામી લોકસભાની ચૂંટણી મોરબી જિલ્લાને સીધી સ્પર્શતી ન હોય અને ચારેય દિશાથી લાગુ પડતી હોવા વહેતા દરેક રાજકીય પક્ષના મોવડી મંડળે  કેન્દ્રથી માંડી સ્થાનિક સ્તરે ફેરફાર કરી ચૂંટણીના વ્યૂહ નક્કી કરીને વિશ્વાસના મત કેળવવા દિગજ્જ નેતાઓ સાથેની મોટી ફોજને મેદાને ઉતારી હોવાની વચ્ચે એક સમયે બળવો કરી કોંગ્રેસમાંથી ભાજપમાં જમ્પ કરી પક્ષને નુકશાન કર્યું છતાં તેને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની બાગડોર સોંપી દેતા જુના જોગી જયંતીલાલ જેરાજ, મુકેશ ગામી સહિતના જૂથે વિરોધ કરીને કોંગ્રેસમાંથી રાજીનામાં આપી ભાજપમાં જોડાવવાનું નક્કી કર્યું હોવાનું સામે આવ્યું છે.

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નિમણુંકના વિરોધમા નારાજ થયેલ પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ સહિત 100થી વધુ કોંગી આગેવાનોએ રાજીનામા ફેંક્યા બાદ આજે મંગળવારે બપોરે 12.39 મિનિટના મંગલ મુહૂર્તમાં મોરબી કોંગ્રેસના 100થી વધુ આગેવાનો અમદાવાદ કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

મોરબીમાં એક સમયે કિશોરભાઈ ચીખલીયાનો કોંગ્રેસમાં એવો દબદબો હતો કે, એ જુદીજુદી પોસ્ટ પર અને જિલ્લા પંચાયતની કમાન પણ સાંભળતા પછી કોંગ્રેસનો તબબકો એવો નબળો આવ્યો કે પોતાનું વાહણ ડૂબી જશે એવું લાગતા પોતાની રાજકીય કેરોયર રૂપી નાવને બચાવવા દિશા બદલીને ભાજપ ભણી ધકેલી દીધી પણ પછી એમનો ભાજપમાં કોઈ ગજ ન વાગતા અને તેમની અવગણના થતા ઘરવાપસી યાદ આવી પછી તેમના ઘરવાપસીના બંધ બારણે સોંગઠા ગોઠવાય અને કિશોર ચીખલીયાને મોરબી જિલ્લા કોંગ્રેસના નવા પ્રમુખ જાહેર કરી દેતા  સ્થાનિક કોંગ્રેસમાં ભંગાણ થયું અને તેમના વિરોધમાં કોંગ્રેસના અનેક અગ્રણીઓ અને કાર્યકરો મેદાને આવી કોંગ્રેસના મોવડી મંડળ આ નિર્ણય રદ ન કરે તો કિશોર ચીખલીયા હેઠળના કોઈપણ કામોમાં ન જોડાઈને બેહિષ્કાર કરવાની ચેતવણી આપી હતી.

જુના પીઢ કોંગ્રેસ આગેવાનોએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને થોકબંધ રાજીનામા મોકલી આપવા છતા પ્રદેશ નેતાગીરીએ કોઈ પ્રતિભાવ ન આપતા અંતે આજે મોરબી જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલ, મહિલા કોંગ્રેસ પ્રમુખ રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, તાલુકા પંચાયત સદસ્ય ગીતાબેન કિશોરભાઈ બાવરવા, મનસુખભાઇ રબારી, ચેતનભાઈ એરવાડિયા, બરવાળા ગામના સરપંચ ભરતભાઇ બાવરવા તેમજ આખી પંચાયત બોડી સહિતના 100 જેટલા આગેવાનો ભાજપમાં જોડાવવાની જાહેરાત કરી અમદાવાદ કમલમ જવા રવાના થયા છે. આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ જેરાજભાઈ પટેલે જણાવ્યું હતું કે, પક્ષમાં રાજીનામા ધર્યા બાદ પણ કોઈ પ્રતિભાવ ન મળતા તમામ જુના કોંગ્રેસના આગેવાનોએ એક સાથે ભાજપમાં જોડાવવા નક્કી કર્યું છે અને મોરબીથી 22 ગાડી અને બે બસમાં 100થી વધુ પાયાના પથ્થર સમાન કાર્યકરો આજે અમદાવાદ કમલમમાં વિજય મુહૂર્તમાં કેસરિયો ધારણ કરવા જઈ રહ્યા હોવાનું સતાવાર રીતે જાહેર કર્યું હતું.