માળીયા મિયાણા શહેરના વાગડીયા ઝપા નજીક પડતર મકાનમાં વિદેશી દારૂ અને બિયરનો જંગી જથ્થો હમણાં જ ઉતાર્યો હોવાની બાતમી મળતા મોરબી એલસીબીની ટિમ એ પડતર મકાનમાં ત્રાટકતા વિદેશી દારૂનું મસમોટું પીઠું ઝડપાયું હતું. પોલીસે 9 લાખના વિદેશી દારૂ સહિત કુલ 13 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
માળીયા મિયાણાના વાગડીયા ઝાંપા વિસ્તારમાં રહેતા આરોપી ફારૂકભાઇ હબીબભાઇ જામે તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં વિદેશી દારૂ અને બીયરનો જંગી જથ્થો ઉતારેલ છે. જે બાતમીને આધારે મોરબી એલસીબી ટીમેં દરોડો પાડી રહેણાંકમાંથી દારૂ-બીયરની ગ્રીન લેબલ વ્હીસ્કી, ઇમ્પીરીયલ બ્લુ વ્હીસ્કી, વાઇટ લેસ ઓરેંજ વોડકા, ગ્લોબસ સ્પીરીટ સહિત મોંઘીદાટ
3936 બોટલ કિંમત રૂપિયા 8,95,440નો જથ્થો તેમજ કાર સહિત કુલ 13 લાખથી વધુનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.