Monday - Jul 06, 2026

હળવદના દિઘડિયા ગામે વારસાગત જમીનના ભાગ મામલે સગા ભાઈઓ વચ્ચે બબાલ

હળવદના દિઘડિયા ગામે  વારસાગત જમીનના ભાગ મામલે સગા ભાઈઓ વચ્ચે બબાલ

હળવદ તાલુકાના દિઘડિયા ગામે વારસાગત ખેતીની જમીનમાં ભાગ માંગવા મામલે બે સગા ભાઈઓ વચ્ચે બબાલ થતા મારામારી થઈ હતી. જેમાં નાના ભાઈને મોટાભાઈ અને તેના પુત્રએ લોખંડના પાઇપ ફટકારી વચ્ચે પડેલા ભાઈના પત્નીને પણ માર મારી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

હળવદ તાલુકાના દિઘડિયા ગામે રહેતા કાળુભાઇ ભીખાભાઇ મકવાણાએ  તેના સગા મોટાભાઈ ઠાકરશીભાઈ ભીખાભાઇ મકવાણા અને તેમના પુત્ર દેવરાજ ઠાકરશીભાઈ મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.28ના રોજ તેઓ પોતાના ઘેર હોય તે સમયે આરોપીઓ ત્યાં આવીને તેને વાડીમાં ભાગ નથી આપવો કહી પાઇપ ફટકાર્યા હતા. બાદમાં કાળુભાઇના પત્ની કાંતાબેન વચ્ચે છોડાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ પાઇપ ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.