મોરબી:મોરબી જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે ૩૦મી જાન્યુઆરી, ગાંધી નિર્વાણ દિને "સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન"નો શુભારંભ કરવામાં આવ્યો છે. "પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત" થીમ હેઠળ તા. ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધી ચાલનારા આ પખવાડિયાની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટેની પ્રતિજ્ઞા સાથે કરવામાં આવી હતી.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.કે. શ્રીવાસ્તવ અને જીલ્લા ટીબી ઓફિસર ડો. ધનસુખ અજાણાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં પિયુષભાઈ જોષીએ રક્તપિત્તનાં લક્ષણો અને સારવાર વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ તકે દર્દીઓને અલ્સર કીટ અને MCR શૂઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા પેરા મેડિકલ વર્કર ધર્મેન્દ્રભાઈ વાઢેર અને સમગ્ર DTC સ્ટાફે જહેમત ઉઠાવી હતી.