Saturday - Jun 27, 2026

લાતીપ્લોટના લઘુ ઉધોગકારોએ આપ પાર્ટીના આગેવાનો સાથે તંત્ર સામે મોરચો માંડ્યો

લાતીપ્લોટના લઘુ ઉધોગકારોએ આપ પાર્ટીના આગેવાનો સાથે તંત્ર સામે મોરચો માંડ્યો

મોરબીની આર્થિક કરોડરજ્જુ ગણાતા લાતીપ્લોટમાં સામાન્ય વરસાદમાં પણ ભાટે વરસાદી પાણી અને ભૂગર્ભ ગટરના પાણી દર વર્ષની જેમ ભરાતા અનેક રજુઆત કરવા છતાં તંત્રની ઊંઘ ન ઉડતા અંતે લઘુ ઉધોગકારો અને આપ પાર્ટીના આગેવાનો અકળાયા હતા અને લઘુ ઉધોગકારો અને આપ પાર્ટીના આગેવાનો ઢોલ નગરા વગાડતા વગાડતા  નગરપાલિકા કચેરીએ પહોંચીને ઉગ્ર રજુઆત કરીને તંત્રને ઢંઢોળી નાખ્યું હતું. આથી ઇન્ચાર્જ ચીફ ઓફિસરે આગામી સમયમાં પાણી,રસ્તાના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી.


મોરબીના લાતીપ્લોટમાં  વર્ષોથી કાયમ પાલિકા તંત્રએ ઘોર ઉપેક્ષા જ કરી છે. સ્થાનિક ઉધોગકારો અને વેપારીઓ સૌથી વધુ ટેક્સ ભરતા હોવા છતાં લાતીપ્લોટના એકેય રસ્તા સારા નથી. તેમજ ભૂગર્ભ ગટરને કારણે બારેમાસ વગર વરસાદે પાણી પાણી જેવી સમસ્યા રહે છે.આ ઉપરાંત લાઈટ,સફાઈ સહિતના પ્રાથમિક સુવિધાઓના પ્રશ્ને લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. તેમાંય પણ દર વર્ષે લાતીપ્લોટ ભારે કે સામાન્ય વરસાદમાં બેટમાં ફેરવાય છે. એક તો વરસાદી પાણીનો નિકાલ જ નથી. ચારેકોરથી લાતીપ્લોટ નીચાણવાળા વિસ્તારમાં આવી ગયો છે. પહેલાથી ગટરના પાણી ભરાયેલા હોય અને ઉપરથી સામાન્ય વરસાદમાં પાણી લાતીપ્લોટ નિકાલના અભાવે પાણી ભરેલા હોવાથી સ્થાનિક લઘુ ઉધોગકારો અને વેપારીઓ રોજે રોજની હાડમારીથી તંગ આવી ગયા હતા અને આમ આદમી પાર્ટીના આગેવાનો સાથે વેપારીઓએ વરસાદી પાણી અને ગટરના પાણી પ્રશ્ને તંત્રને ઢંઢોળવા માટે ઢોલ નગરા વગાડતા વગાડતા રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને અગાઉ બીજેશ મેરજાના કાર્યકાળ વખતે મંજુર થયેલા કામો અટકી ગયાની રજુઆત કરી હતી. તેથી આ કામ બીજી કોન્ટ્રાક્ટ એન્જસીને સોંપવાની માંગ કરી હતી. આથી ઇન્ચાર્જ ચીફ ઓફિસર ડોબરીયાએએ આગામી સમયમાં તેમની માંગ મુજબ કામો કરવાનું આશ્વસન આપ્યું હતું.