મોરબીના મકનસર-બંધુનગર વચ્ચેના નેશનલ હાઇવેનો સર્વિસ રોડ જોખમી બન્યો છે.જેમાં સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા ડામર રોડનું એકદમ ધોવાણ થઈ ગયું છે અને ગોઠણ ડૂબ પાણી ભરાતા પાણીમાં નીકળતા વાહનો રીતસર ઉધેકાંધ ડૂબી જાય છે. જો કે આ ઘટનામાં જાનહાની થઈ નથી.
મોરબી નજીક હાઇવે ઉપરનો સર્વિસ રોડ ખૂબ ભયજનક બની ગયો છે. કારણ કે ત્યાં ખાડાઓમાં તળાવની જેમ પાણી ભરાયેલા છે. આ સર્વિસ રોડ ઉપર વાહન ચાલકોની નીકળવું ફરજિયાત હોય છે. આથી પાણી સોસારવા આ વાહનો નીકળવા જાય તો વાહનો પાણીમાં જ ખાડા ટેકરા કે વજનને કારણે ગુલાંટ મારી જાય છે. વરસાદને કારણે ડામર રોડ સર્વિસ રોડ ઉપરથી ધોવાઈ ગયો છે. આ રોડ ઉપર ખાડા પડી ગયા હોય અને ખાડા ઉપર પાણી ભરેલા હોય સ્કૂટર, બાઇક કે મોટા હેવી વાહનો પણ આ પાણી ભરેલા ખાડામાં પડી જાય છે.બાઇકમાં ડબલસવારીમાં જતા ઘણા બધા લોકો પડી ગયાના દાખલા છે. તેમજ ટ્રેકટર અને ટ્રકો ના ટાયરો પણ ફસાય જાય છે. હમણાં જ પથ્થરો ભરીને ટ્રોલી સાથેનું ટ્રેકટર પસાર થઈ રહ્યું હોય ત્યારે પાણી ભરેલા ખાડામાં ટ્રેકટરની આખી ટ્રોલી ગોથું ખાઈને ઊંઘી વળી ગઈ હતી. સદનસીબે કોઈને કઈ ઇજા થઇ ન હતી.