Wednesday - Jun 10, 2026

મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 17 જૂને રક્તદાન કેમ્પ

મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે 17 જૂને રક્તદાન કેમ્પ

મોરબી : મોરબીના સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્નેહ સ્મૃતિમાં અને તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ તારીખ 17 જૂન ને બુધવારના રોજ સવારે 8 થી બપોરે 1 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, GIDC મેઇન રોડ, મોરબી ખાતે યોજાશે. આ પુણ્યકાર્ય માટે લાયન્સ ક્લબ ઓફ મોરબી - નઝરબાગ, ઈડન ગાર્ડન અને HDFC બેંક - મોરબીનો સહયોગ મળી રહ્યો છે. ત્યારે મોરબીના તમામ નાગરિકોને આ કેમ્પમાં મોટી સંખ્યામાં જોડાઈને રક્તદાન કરવા અને માનવતાના આ કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે અપીલ કરવામાં આવી છે.