Tuesday - May 05, 2026

માળીયા (મી)ના જાજાસરમાં ભાડા પટ્ટે આપેલી સરકારી જમીનને પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ

માળીયા (મી)ના જાજાસરમાં ભાડા પટ્ટે આપેલી સરકારી જમીનને પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગ

મોરબી : માળીયા મીયાણા તાલુકાના જાજાસર ગામની સીમમાં સરકારે 30 વર્ષના ભાડાપટે જે જમીન ફાળવી હતી. પરંતુ આ આ સરકારી જમીન ઉપર મીઠાનું ઉત્પાદન કરીને એક શખ્સે સરકારી જમીન પચાવી પાડી હોવાનું બહાર આવ્યું હતું. આથી મીઠાનું ઉત્પાદન કરી જમીન પચાવી પાડનાર આ શખ્સ સામે મીયાણા તાલુકો પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડીને આગળની તજવીજ હાથ ધરી છે.

માળીયા મીયાણા શહેરમાં પોલીસ સ્ટેશનની બાજુમાં રહેતા અને મીઠાનો વેપાર કરતાં હનીફભાઈ સોકતઅલી અબ્દુલ્લા ભટ્ટી (ઉ.વ.34)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઈકબાલભાઈ ઇલિયાસભાઈ ભટ્ટી (39) રહે ભઠ્ઠી વાળા વિસ્તાર માળિયા મીયાણા વાળાની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી હતી કે, માળિયા તાલુકાના ઝાઝાસર ગામે સરકારે 30 વર્ષના ભાડા પટ્ટા માટે 10 એકર જમીન મીઠાના ઉત્પાદન માટે તેઓને ફાળવેલી છે જે જમીનમાંથી 0-40-27 ચોરસ મીટર જમીનમાં આરોપીએ ગેરકાયદે  કબજો કરી જમીન પચાવી પાડી છે તથા મીઠાનું ઉત્પાદન કરી જમીન ઉપર ગેરકાયદે પોતાનો કબજો રાખી જમીનને પચાવી પાડી છે જેથી યુવાને નોંધાવેલી ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.