Tuesday - May 05, 2026

મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ

મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ

દાતાઓનું સન્માન, ગામ સમસ્ત ગામ માટે ધુમાડાબંધ જમણવારનું આયોજન કરાયું

મોરબી : મોરબીના આમરણ (ચોવીસી) ના ડાયમંડ નગર ખાતે આવેલી કાશીબેન દામજીભાઈ ગૌશાળામાં ગૌદર્શન અને દાતાઓના સહયોગથી રૂ. 1 કરોડ ૩૫ લાખના ખર્ચે નિર્માણ થયેલા વિવિધ વિકાસ કામો મુખ્ય દાતાઓના હસ્તે અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગામ સમસ્ત ગામ માટે ધુમાડાબંધ જમણવારનું આયોજન કરાયું હતું. તેમજ 'કાનુડો' ગોપીમંડળએ અદભુત રાસની રમઝટ બોલાવીને ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ

મૂળ આમરણના વતની અને હાલ બહારગામ સ્થાયી થયેલા પરિવારો તેમજ સાસરે વળાવેલી દીકરીઓએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમજ મોટી સંખ્યામાં ગૌભક્તો પણ ઉપસ્થિત રહ્યા છે.. આ પ્રસંગ માત્ર ગૌદર્શન અને ગૌશાળામાં થયેલા વિકાસ કામોથી દાતાઓ અને ગ્રામજનોને વાકેફ કરાવવાના હેતુથી યોજાયો હોવાથી, કાર્યક્રમ દરમિયાન કોઈપણ પ્રકારનો ફાળો સ્વીકારવા પર મનાઈ ફરમાવવામાં આવી હતી. આ તકે દાતાઓનું શાલ ઓઢાડી અને ફુલહાર કરી જાહેર સન્માન કરાયું હતું. નવનિર્મિત કામો અર્પણ કરવામાં આવ્યા હતા. આ કામોમાં ગૌમાતા માટેના ૨ આધુનિક શેડ, રૂ. ૭૫ લાખની કિંમતની ૩ વીઘા જમીન, ગૌશાળા ફરતે વંડી, પાણી સંગ્રહ માટેની વિશાળ ભૂગર્ભ ટાંકી અને પાણીના અવાડા વગેરેનો સમાવેશ થાય છે. આ પ્રસંગ દરમિયાન લમ્પી વાયરસથી ગૌલોક પામેલ ગૌશાળાના નંદી જશમત મહારાજ તથા ગૌમાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. રાજકોટ ખાતેના પશુપાલન વિભાગના આસિસ્ટન્ટ ડાયરેક્ટર પરેશભાઈ દલસાણિયાએ ગૌમાતાના દૂધનું અને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું હતું.

મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ
મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ
મોરબીમાં આમરણની ગૌશાળામાં ગૌદર્શન અને વિકાસ કામો અર્પણ