Tuesday - May 05, 2026

મોરબીમાં બે સ્થળે આગની ; સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

મોરબીમાં બે સ્થળે આગની ; સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

દુકાન અને મકાનમાં આગ ભભૂકી ઉઠતા જ તૂરત જ ફાયર ટીમે દોડી જઈને બંને સ્થળે આગ બુઝાવી નાખી
 
મોરબી : સીરામીક સીટી મોરબી હાદસો કા શહેર બની જાય તેવી કપરી સ્થિતિ સામે આવી છે. જેમાં થોડા દિવસો અગાઉ બે સ્થળ બાદ હવે ગતરાત્રે બે સ્થળે આગજનીની ઘટના બની હતી. શહેરના ભરચક વિસ્તાર ગાંધી ચોકમાં આવેલી એક દુકાન તેમજ શક્તિપ્લોટ વિસ્તારમાં આવેલા મકાનમાં આગ લાગતા થોડીવાર માટે ભાગદોડ મચી ગઇ હતી. આ બન્ને ઘટનાની જાણ થતાં ફાયર ટીમે તાત્કાલિક દોડી જઈને આગ બુઝાવી નાખતા મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

મોરબીમાં બે સ્થળે આગની ; સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી

મોરબી ફાયર બીગ્રેડને ગઈકાલે રવિવારે રાત્રે બે અલગ અલગ સ્થળે આગ લાગ્યાની જાણ કરાતા દોડધામ મચી ગઇ હતી. પ્રથમ આગની ઘટના મોરબીના ભરચચક વિસ્તાર ડો. તખ્તસિંહજી રોડ પર ગાંધી ચોક પાસે આવેલા યદુનંદન ચેમ્બરમાં આવેલી એક દુકાનમાં બની હતી. આ દુકાનમાં કોઈ કારણોસર અચાનક આગ ભભૂકી ઉઠતા આ વિસ્તારમાં થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. દુકાનમાં આગને પગલે ફાયર બીગ્રેડ સ્ટાફે તુરંત દોડી જઈને આગ બુઝાવી નાખી હતી.જ્યારે બીજી આગની ઘટના શહેરના શક્તિપ્લોટ શેરી નંબર 12માં મહેશ હોટેલ સામેની શેરીમાં આવેલા એક મકાનમાં બની હતી. મકાનમાં રહેલા એક્ઝોસ્ટ ફેનમાં અચાનક આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર ફાઈટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે બંને બનાવોમાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

મોરબીમાં બે સ્થળે આગની ; સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી
મોરબીમાં બે સ્થળે આગની ; સદનસીબે મોટી દુર્ઘટના સ્હેજમાં ટળી