PSI અને કોન્સ્ટેબલની ભરતી માટે 'ફ્રી માર્ગદર્શન સેમિનાર'નું મોરબીમાં ભવ્ય આયોજન.
મોરબી: ગુજરાત પોલીસમાં જોડાવા માંગતા અને ખાખી વર્દીનું સપનું જોતા મોરબીના યુવા ભાઈ-બહેનો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મોરબીની જાણીતી 'નવયુગ કરિયર એકેડમી' દ્વારા PSI અને કોન્સ્ટેબલની બમ્પર ભરતીને ધ્યાનમાં રાખીને એક *'ઓપન મોરબી ફ્રી માર્ગદર્શન સેમિનાર'*નું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય દિશા અને પ્રેરણા પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમમાં પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર શૈલેષભાઈ સગપરીયા ખાસ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપશે.
આ સેમિનારમાં પોલીસ ભરતી પ્રક્રિયા, લેખિત પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી અને ફિઝિકલ ટેસ્ટ માટેની ટીપ્સ જેવી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા કરવામાં આવશે.
સેમિનારની વિગતો નીચે મુજબ છે:
તારીખ: ૭ ડિસેમ્બર , રવિવાર
સમય: સાંજે ૪:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી
સ્થળ: સંસ્કાર હોલ, GIDC, મોરબી
રજીસ્ટ્રેશન ફરજિયાત:
આ સેમિનારમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે.
રજીસ્ટ્રેશન માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકાશે.
રજીસ્ટ્રેશન નંબર: 97272 47472 વૉટ્સઅપ કરી આપ આપનું નામ નોંધાવી શકો છો.
આયોજક:
નવયુગ કરિયર એકેડમી
બીજો માળ, ઓમ શાંતિ કોમ્પ્લેક્સ, રવાપર રોડ, મોરબી.