મોરબી : મોરબીમાં લાંબા સમયથી રખડતા ઢોરની રંજાડ છે. મોરબીના મુખ્યમાર્ગો ઉપર રખડતા ઢોરના ત્રાસથી લોકો ભારે પીડિત છે. આ રખડતા ઢોરને પકડવા મામલે અગાઉ નગરપાલિકા હવે મહાપાલિકા સામે માછલાં ધોવાયા છે. ત્યારે મોરબી મહાનગરપાલિકાની પ્રાણી રંજાડ અંકુશ શાખા દ્વારા માર્ચ 2025 થી 3 ડિસેમ્બર 2025 સુધીમાં રખડતા ઢોરને પકડીને ડબ્બે પુરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. શાખા દ્વારા વિવિધ વિસ્તારોમાંથી કુલ 1632 પશુઓ પકડીને આજુબાજુની ગૌશાળાઓમાં મોકલવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. આ ઉપરાંત 176 પશુ માલિકોને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે ઘાસ વેચાણ માટે 18 લોકોને પરમિટ આપવામાં આવી છે. આ સાથે 29 નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમજ કુલ 39 પશુપાલકોના 700 પશુઓનું RFID (રેડિયો ફ્રિક્વન્સી આઇડેન્ટિફિકેશન) અને Tagging કરવામાં આવ્યું છે, અને આ કામગીરી હજુ પણ ચાલુ છે. વિભાગ દ્વારા તમામ પશુ માલિકોને તેમના પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેસન કરાવવા તેમજ પેટડોગ માલિકોને પણ પોતાના પાલતુ શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવે છે.