Tuesday - Jul 28, 2026

લજાઈ ચોકડીએ કારખાનેદારોનો ચક્કાજામ, થોડી વારમાં જ સ્વૈચ્છિક રીતે રસ્તો કર્યો ખુલ્લો

લજાઈ ચોકડીએ કારખાનેદારોનો ચક્કાજામ, થોડી વારમાં જ સ્વૈચ્છિક રીતે રસ્તો કર્યો ખુલ્લો

મોરબી-રાજકોટ હાઈવેના ખાડાઓથી નાજુક હાલત સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન, વારંવારની રજૂઆતો છતાં તંત્ર યોગ્ય કાર્યવાહી ન કરતા કારખાનેદારો વિફર્યા

મોરબી : મોરબી-રાજકોટ હાઈવેની અત્યંત બિસ્માર હાલત અને ઠેર-ઠેર પડેલા મસમોટા ખાડાઓથી કંટાળેલા કારખાનેદારો અને ઉદ્યોગકારોએ આજે સવારે લજાઈ ચોકડી પાસે ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે, થોડા સમય બાદ વાહનચાલકોને વધુ હાલાકી ન પડે તે હેતુથી કારખાનેદારોએ સ્વૈચ્છિક રીતે ચક્કાજામ સમેટી રસ્તો ફરીથી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી દીધો હતો.

લજાઈ ચોકડીએ કારખાનેદારોનો ચક્કાજામ, થોડી વારમાં જ સ્વૈચ્છિક રીતે રસ્તો કર્યો ખુલ્લો

મોરબીથી ટંકારા વચ્ચેના હાઈવે પર અનેક સ્થળોએ ઊંડા ખાડાઓ પડી જતાં માર્ગની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ભારે વાહનો ઉપરાંત રોજિંદા અવરજવર કરતા હજારો વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વખત અકસ્માત સર્જાય તેવી સ્થિતિ ઉભી થતી હોવા છતાં માર્ગના કાયમી સમારકામ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
 
લજાઈ ચોકડીએ કારખાનેદારોનો ચક્કાજામ, થોડી વારમાં જ સ્વૈચ્છિક રીતે રસ્તો કર્યો ખુલ્લો

ઉદ્યોગકારોનું કહેવું છે કે હાઈવેના સમારકામ માટે અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. છતાં રાજકોટ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ ગંભીરતા દાખવવામાં આવી નથી. વાસ્તવિક સ્થિતિ અત્યંત ખરાબ હોવા છતાં કાગળ પર બધું વ્યવસ્થિત હોવાનું દર્શાવવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. હાઈવેની બિસ્માર હાલતને કારણે ઉદ્યોગકારો, વાહનચાલકો અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાત્કાલિક ધોરણે માર્ગનું સમારકામ શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે.
 
લજાઈ ચોકડીએ કારખાનેદારોનો ચક્કાજામ, થોડી વારમાં જ સ્વૈચ્છિક રીતે રસ્તો કર્યો ખુલ્લો