Saturday - May 02, 2026

મોરબીમાં એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટને ટ્રાફિકની ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા

મોરબીમાં એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટને ટ્રાફિકની ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા

મોરબીમાં લોકોમાં ટ્રાફિક સેન્સ જ ન હોય તે રીતે આડેધડ વાહનો ચાલતા હોવાથી ટ્રાફિક સમસ્યાની સાથે અકસ્માતના બનાવો પણ વધે છે.વાહનો એટલી હદે વધ્યા છે માર્ગો પણ ટૂંકા પડ્યા અને પોલીસ પણ વાહન નિયત્રણ કરવા અસમર્થ રહે છે. ત્યારે યુવાનોમાં ટ્રાફિક પ્રત્યે જાગૃતિ આવે તે હેતુસર મોરબીમાં ટ્રાફિક પોલીસે કોલેજીયનોને ટ્રાફિકના  અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખીને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવ્યા હતા.

મોરબી જીલ્લા ટ્રાફીક પોલીસ દ્વારા એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટ-22  સ્ટુડન્ટ ને ટ્રાફિકના  અલગ અલગ પોઇન્ટ પર ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે રાખી ટ્રાફિક પોલીસની કામગીરી બાબતે જાણકારી આપવામાં આવેલ હતી  તથા મોરબી શહેરના લોકો અને વાહન ચાલકોમાં ટ્રાફિક નિયમો બાબતે જાગૃતિ આવે તે માટે ટ્રાફિક અવરનેશનો કાર્યક્રમ યોજવામા આવેલ હતો.

મોરબીમાં એલ. ઈ. કોલેજના એન.સી.સી કેડેટને ટ્રાફિકની ફરજ સોંપી ટ્રાફિકના પાઠ ભણાવ્યા