Saturday - May 02, 2026

મોરબીમાં મશીનમાં ખામી હોવા છતાં અન્યાય કરનાર કંપનીને લપડાક

મોરબીમાં મશીનમાં ખામી હોવા છતાં અન્યાય કરનાર કંપનીને લપડાક

ગ્રાહકને માસિક 6 ટકા લેખે રૂ. 33,16,980 તેમજ ખર્ચ પેટે 10,000 ચૂકવવા આદેશ

મોરબી : મોરબીના રહીશ દ્વારા નાસિકની કંપની કિન મેક્સ મશીનરી પ્રા.લી. સામે ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરતા ગ્રાહક અદાલતે રૂ. 33,16,980 માસિક 6 ટકા લેખે તેમજ અન્ય ખર્ચના 10,000 ચૂકવવા હુકમ કર્યો છે.

મોરબીના રહીશ અશ્વિનભાઈ એન. આઘારાએ પોતાની કંપની મારુતિ નંદન માટે નાસિકની કંપની કિન મેક્સ મશીનરી પ્રા.લી. વાળા પાસેથી રૂ. 33,16,980ની ખરીદી કરી હતી. વોરંટી પિરિયડમાં મશીન ખામી આવતા અશ્વિનભાઈએ સામેની પાર્ટીને રજુઆત કરી હતી. પરંતુ નાસિકની પાર્ટીએ કોઈ જવાબ ન આપતા અશ્વિનભાઈને ધંધામાં ખોટ આવી જેથી તેમને મોરબી શહેર / જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. ત્યારે અદાલત દ્વારા આ કેસનો નિકાલ કરતા રૂ. 33,16,980 માસિક 6 ટકા લેખે તેમજ અન્ય ખર્ચના 10,000 ચૂકવવાનો આદેશ કર્યો હતો.