મોરબી:- મોરબી જિલ્લાના હજનાળી ગામે ડિસ્ટ્રિક્ટ ટોબેકો કન્ટ્રોલ સેલ મોરબી દ્વારા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળા દ્વારા હજનાળી ગામે શ્રી હજનાળી પ્રાથમિક શાળા ખાતે તારીખ 22/11/2024 શુક્રવાર ના રોજ વ્યસન જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 8ના કુલ 50 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અને વ્યસનની ગંભીર અસરો વિશે સમજણ આપી હતી. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે પરમાર જયશ્રી રામસીંગ , બીજા નંબરે મકવાણા સંજના જીતેશ અને ત્રીજા નંબરે બાબરીયા સંતોષ મહેશભાઈ વિજેતા રહ્યા હતા.
કાર્યક્રમમાં વિજેતા બનનારા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. જ્યારે ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બગથળાના મેડિકલ ઓફિસર ડૉ. હીરેન વાંસદડિયાના માર્ગદર્શન હેઠળ સાથે સુપરવાઈઝર જે.બી.બેચરા અને જે.એન.ચાઉ તથા CHO દર્શનાબેન પરમાર આરોગ્ય કર્મચારી જગદીશ પરમાર અને અલ્પાબેન કરંગીયા દ્વારા તમાકુના સેવનથી થતા નુકસાન અંગે તથા વ્યસનની શારીરિક અસરો, આર્થિક અસરો તથા વ્યસનથી થતા ગેર ફાયદા અંગે સમજાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અમિતભાઇ ખાંભલા તથા શાળાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.