ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે ઓવરબ્રિજ નજીક ઓટો ગેરેજ ધરાવતા હરબટિયાળી ગામના ગેરેજ સંચાલકને ફટાફટ ફોર્ચ્યુનર કાર સર્વિસ કરી આપવાનું કહી મિતાણા ગામના શખ્સે છરી બતાવી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ટંકારા તાલુકાના હરબટિયાળી ગામે રહેતા અને મિતાણા ગામે ઓબરબ્રિજ પાસે બાલાજી ઓટોગેરેજ નામનું સર્વિસ સ્ટેશન ચલાવતા હિતેશભાઈ તળશીભાઇ ઢેઢી ઉ.49 ગઈકાલે પોતાના ગેરેજ ખાતે હતા ત્યારે આરોપી સાગર લાખાભાઈ બસિયા નામનો શખ્સ પોતાની ફોર્ચ્યુનર કાર લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે, ફટાફટ મારી કાર સર્વિસ કરી આપ જેથી ફરિયાદી હિતેશભાઈએ અન્ય લોકોનું કામ ચાલુ હોય તાત્કાલિક ગાડી સર્વિસ કરી આપવાની ના પાડતા આરોપી સાગરે છરી કાઢી જાનથી મારી નાખવા ધમકી આપી હતી.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.