Saturday - May 16, 2026

વાંકાનેરના થિકરિયાળા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનનો અંત આણ્યો

વાંકાનેરના થિકરિયાળા ગામે ઝેરી દવા પીને યુવાને જીવનનો અંત આણ્યો

વાંકાનેર : રાજકોટ - ચોટીલા હાઇવે ઉપર આવેલ વાંકાનેર તાલુકાના થિકરિયાળા ગામે રહેતા મનવીર બાબુભાઇ ધોરીયા ઉ.28 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગત તા.24ના રોજ પોતાની વાડીએ અગમ્ય કારણસોર ઝેરી દવા પી લેતા પ્રથમ કુવાડવા બાદ રાજકોટ સારવારમાં ખસેડતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલોસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.