Thursday - Oct 08, 2026

જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં કાવ્યા પૈજા પ્રથમ

જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધામાં કાવ્યા પૈજા પ્રથમ

મોરબી: બોરિયાપાટી પ્રાથમિક શાળાની ધોરણ-8ની વિદ્યાર્થીની પૈજા કાવ્યા અવિનાશભાઈએ ‘સેવા સંકલ્પ અભિયાન–2026’ અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની ‘વિકસિત ભારત 2047’ વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવી મોરબી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

​તા. 03-10-2026ના રોજ સ્વામિનારાયણ ગુરુકુળ, ધરમપુર ખાતે યોજાયેલ આ સ્પર્ધામાં સમગ્ર જિલ્લામાંથી વિજેતા થયેલા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શાળા, ક્લસ્ટર અને તાલુકા કક્ષાએ પ્રથમ રહ્યા બાદ કાવ્યાએ ઉત્કૃષ્ટ અને આત્મવિશ્વાસપૂર્ણ રજૂઆત સાથે પ્રાથમિક વિભાગમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

​સરકારી શાળાનું નામ રોશન કરતી કાવ્યાની આ સિદ્ધિ બદલ શાળા પરિવાર, શિક્ષકો અને સ્નેહીજનોએ તેને અભિનંદન પાઠવ્યા છે.