Tuesday - Jun 30, 2026

માળીયાના કાજરડા ગામે ટિપ્પણી કરનારને ટોકતા વેપારીને લાકડાના ધોકાથી ધોકાવ્યા

માળીયાના કાજરડા ગામે ટિપ્પણી કરનારને ટોકતા વેપારીને લાકડાના ધોકાથી ધોકાવ્યા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના કાજરડા ગામે ગઈકાલે બપોરના સમયે આરોપી જલાવદીન હસણભાઈ કાજેડીયા જાહેરમાં ટીખળ કરતો હોવાથી વેપારી ઈલિયાસભાઈ યુનુસભાઈ કાજેડીયાએ આરોપીને ટોકી ઠપકો આપતા ઉશ્કેરાઈ ગયેલા આરોપીએ લાકડાના ધોકા વડે વેપારી ઈલિયાસભાઈને માર મારી માથાના ભાગે ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે માળીયા મિયાણા પોલીસે ઈલિયાસભાઈની ફરિયાદના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.