મોરબીઃ આજે મોરબી જિલ્લાના મકનસર ખાતે નવા મકનસર પ્રા શાળા તથા વાદી વિસ્તાર પ્રા.શાળાના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ યોજાયો હતો સાથે નવા મકનસર પ્રા.શાળાના નવા બિલ્ડીંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું,
આ પ્રસંગે મુખ્ય મહેમાન મોરબી-ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા,પ્રાંત અધિકારી પ્રવિણસિંહજી જેતાવત,અરવિંદભાઈ વાસદડીયા મોરબી જિલ્લા ભાજપ ઉપ-પ્રમુખ ,જીતેન્દ્રભાઈ ગોહિલ જિલ્લા અગ્રણી, નૈમિશભાઈ તાલુકા પંચાયત સભ્ય,મોરબી આઈ.ટી.આઈના આચાર્ય જયેશભાઈ હળવદિયા,ભરતભાઈ ઢેઢી તથા વિમલભાઈ મેરજા સીઆરસી, સરપંચ રેખાબેન અવચરભાઈ,રમેશભાઈ કણસાગરા જાંબુડીયા સરપંચ,સંદીપભાઈ ગુઢડા લાલપર તાલુકા પંચાયત સભ્ય તથા શિવુભા ગઢવી જાંબુડીયા તાલુકા પંચાયત સભ્ય તથા અવચરભાઈ ,હેમરાજભાઈ,સહદેવભાઈ જેવા અગ્રણીઓ ,તથા વાદી વિસ્તાર પ્રા.શાળાના આચાર્ય અશોકભાઈ વસિયાણી તથા નવા મકનસરના પ્રા શાળાના આચાર્ય માનસીબેન ભટ્ટ તથા તમામ સ્ટાફ તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, બધાં મેહમાનોની હાજરીમાં કાર્યક્રમની હર્ષભેર ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમનું સફળ સ્ટેજ સંચાલન બંધુનગર પ્રા. શાળાના આચાર્ય અમુલભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું.