વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર ગત તા.21ના રોજ રાત્રીના સમયે ટિટા ચોકડી પાસે ટ્રક નીચે કામ કરતી વેળાએ ટ્રકનો લોખંડનો જોઈન્ટ માથા પર પડતા મોરબીના મકનસર ગામે રહેતા પીયૂષભાઈ ભીખુભાઇ ભેરડા ઉ.વ.22 નામના યુવકને પ્રથમ રફાળેશ્વર ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.