Saturday - May 18, 2024

જીના ઇસિકા નામ હૈ, બેઠાડુ નહિ પણ શ્રમજીવી જીવન એજ સાચું જીવન હળવદના મયુરનગર ગમે સેન્ચ્યુરી પુરી કરનાર અદાને હજુ પણ નખમાય રોગ નથી

જીના ઇસિકા નામ હૈ,  બેઠાડુ નહિ પણ શ્રમજીવી જીવન એજ સાચું જીવન

હળવદના મયુરનગર ગમે સેન્ચ્યુરી પુરી કરનાર અદાને હજુ પણ નખમાય રોગ નથી

મોર્ડન અને આધુનિકતાના નામે તેમજ એકબીજાથી દેખાદેખી કરીને આરોગ્યને નુકશાન થાય અને કુદરતી મોત પહેલા જ એ જંક ફૂડના આહારથી તડપી તડપીને મોત સામે શરણાગતિ સ્વીકારી લઈએ છે. પણ હકીકતમાં હજુ પણ ઘણા જુના જમાના વડીલો 70-80 વટાવ્યા છતાં કડેઘડે છે. એટલું જ નહીં મોરબી જિલ્લાના હળવા તાલુકાના મયુરનગર ગામના દાસબાપા તરીકે ઓળખાતા વયોવૃદ્ધ આજે જીવનના 99 વર્ષ પુરા કરી 100માં વર્ષમાં પ્રવેશી ચુક્યા છે. પણ તેમની આટલી ઉંમરે પણ સ્ફૂર્તિ યુવાનોને શરમાવે તેવી છે. વર્ષોની જેમ આજે પણ જાતે જ ઘરનો ખોરાક લેવો, પોતાની વાડીએ જવું, નિંદામણ થાય છે કે નહીં બાદમાં ગામના વિકાસ કામોમાં પણ રસ દાખવીને પોતાનાથી બનતી મદદ કરવી અને હમેશે સત્ય અને ઉચ્ચ સિધ્ધાંત આધારિત જીવન જીવવું એજ એમની જીવનની સાચી મૂડી છે.

હળવદના મયુરપુર ગામના દાસબાપાનો આજે અવિસ્મરણીય અવસર આવ્યો છે. આ દાસ બાપા પોતાના ગામ કે હળવદ તાલુકાના સૌથી મોટી ઉંમરે ધરાવતા બુઝુર્ગ છે. તેઓએ આજે જીવનના  60, 70 નહિ પણ વિચારી પણ ન શકાય એટલા એટલે 99 વર્ષ પુરા કરી 100 વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ નિમિતે તેમના પરિવાર દ્વારા ગામના મુખ્ય દ્વાર પર મોટો દરવાજો બનાવવામાં આવ્યો છે. આ એમના તરફથી જન્મદિવસની ગ્રામજનોને અનેરી ભેટ હોય આજે આ ગેઇટનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. આ દાદા કહે છે કે, મને આટલા વર્ષોમાં એકપણ બીમારી સ્પર્શી શકી નથી. એનું કારણ પૌષ્ટિક આહાર છે. દરરોજ સવારે એકદમ શુદ્ધ ઘી ગોળનો શિરો, રોટલો, ભેંસને બદલે ગાયનું દૂધ પીવાનું તેમજ સવારે દરરોજ વાડીએ આટો મારવા જવાનો અને ત્યાં ખેતીની સ્થિતિ જોવી અને ઉગેલા પાકની પણ સ્થિતિ જોઈને નફો મેળવવાની ચર્ચા કરવી તેમજ મજૂરોને પણ તેનું યોગ્ય વેતન આપવું પછી બપોરે ઘરે આવે એટલે થોડું જમી અને બે ત્રણ કલાક આરામ કરી ગામના ચોરે વૃદ્ધો અને પંચાયત ખાતે બધા ભેગા મળીને ગામનો વિકાસ થાય એવા નિર્ણયો લેવા તેમજ ગામમાં જે જે ખૂટતી સુવિધા હોય એને દાસ બાપા જ પુરી કરે છે. કારણ કે તેમણે શરૂઆતથી મહેનત કરી ચાર દીકરા સહિતના 4 પેઢી સુધીના પરિવારે યોગ્ય કમાણીથી કાયદેસરની મિલક ભેગી કરી એનો સેવા પાછળ ઉપયોગ થાય છે.