હળવદ : હળવદ શહેર નજીક આવેલ 400 કેવી જેટકો વીજ કચેરીમાં બે દિવસ ગેરહાજર રહેલા લાઇન ઇન્સ્પેક્ટરની મસ્ટરમાં ગેરહાજરી પુરવામાં આવતા ઉશ્કેરાઈ ગયેલા લાઈનમેને કાર્યપાલક ઈજનેર, નાયબ ઈજનેર અને જુનિયર ઇજનેરનેL આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
હળવદ નજીક આવેલ 400 કેવી જેટકો યાર્ડમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ જયસુખભાઈ લોરીયા રહે.સરા રોડ, હરિનગર સોસાયટી વાળાએ આરોપી લાઇન ઇન્સ્પેકટર હસમુખભાઈ કાનજીભાઈ ચાવડા રહે.સોની તલાવડી ધ્રાંગધ્રા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, લાઇન ઇન્સ્પેકટર હસમુખભાઈ બે દિવસ ગેરહાજર હોવાથી ઓફિસના નિયમ મુજબ મસ્ટરમાં તેમની ગેરહાજરી પુરી હતી.જેથી આરોપીઓએ જુનિયર ઈજનેર કલ્પેશ ડાભીને પૂછ્યું હતું કે, મારી ગેરહાજરી કોને પુરી છે.જેથી કલ્પેશે ફરિયાદી નિતીનભાઈનું નામ આપ્યું હતું.બાદમાં આરોપી ફરિયાદી પાસે આવી ઝઘડો કરી ગેરહાજરી મુદ્દે ગાળો આપી ફડાકા ઝીકી દેતા ફરિયાદી નાયબ ઇજનેરે કાર્યપાલક ઈજનેર યુ. જે. આદેસરાને જાણ કરતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા.આરોપી હસમુખભાઈએ તેમની સાથે પણ બેહૂદુ વર્તન કરી ગાળો આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
છે.જેથી કલ્પેશે ફરિયાદી નિતીનભાઈનું નામ આપ્યું હતું.બાદમાં આરોપી ફરિયાદી પાસે આવી ઝઘડો કરી ગેરહાજરી મુદ્દે ગાળો આપી ફડાકા ઝીકી દેતા ફરિયાદી નાયબ ઇજનેરે કાર્યપાલક ઈજનેર યુ. જે. આદેસરાને જાણ કરતા તેઓ પણ ત્યાં આવી ગયા હતા.આરોપી હસમુખભાઈએ તેમની સાથે પણ બેહૂદુ વર્તન કરી ગાળો આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.