મોરબી:- મોરબી જિલ્લા ભાજપના નવા પ્રમુખની આજે નિમણુંક કરવામાં આવી છે સંઘ સાથે સંકળાયેલા નાનપણથી સંઘના કાર્યકર તરીકે રહેલા જ્યંતિભાઈ રાજકોટીયાની મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આ જવાબદારી મળતા તેમને વધુમાં જણાવ્યું હતું કે પાંચમા ધોરણથી સંઘની સાખામાં જતો ત્યારથી અત્યાર સુધી સંઘ સાથે રહીને ભાજપ માટે કામ કર્યું છે. અને ભાજપ દર ત્રણ વર્ષે હંમેશા કાર્યકર્તાઓને નવી નવી જવાબદારી સોંપતા હોય છે આમ તો નાને થી હું સંઘ સાથે સંકળાયેલો રહ્યો છું, એટલે મારા માટે તો હવે આ નવી જવાબદારી વધી છે, પણ મારા માટે કોઈ નવી વસ્તુ નથી,આ પાર્ટી કાર્યકર્તાના તપોબળથી બની છે મારા ઉપર જે જવાબદારી મુકી છે. તેમાં મોરબી ની જનતા માટે અમે સાથે રહી ઘણું કામ કરશું જે મને જવાબદારી મળી છે તેમાં સૌ સાથે રહી મોરબીના લોકોની અપેક્ષા કરતા વધુ કામ કરીને આપશું.