Saturday - May 16, 2026

મોરબીના જાંબુડિયા ગામે બાફેલા ઈંડા લેવાની બબલમાં હવે હુમલાની સામી ફરિયાદ નોંધાઇ

મોરબીના જાંબુડિયા ગામે બાફેલા ઈંડા લેવાની બબલમાં હવે હુમલાની સામી ફરિયાદ નોંધાઇ

મોરબી : મોરબીના જાંબુડિયા ગામની સીમમાં મારબો મેક્સ વોયાટી કારખાના પાસે ગઈકાલે બાફેલા ઈંડા લેવા ગયેલા શ્રમિક અને કારખાનેદારે કેબિનધારક સાથે ઝઘડો કરી જાતિ પ્રત્યે હડધૂત કરવા મામલે નોંધાયેલ ફરિયાદ બાદ આ કિસ્સામાં સામાપક્ષે કોન્ટ્રાક્ટરે કેબિન સંચાલક વિરુદ્ધ માર મારવા અંગે ફરિયાદ નોંધાવી હતી.

મોરબીના જાંબુડિયા ગામની સીમમાં મારબો મેક્સ વોયાટી નામના કારખાનાના કોન્ટ્રાકટર અંબારામ ખીમાજી પરમાર ઉ.42 રહે.સાજાપુર મધ્યપ્રદેશ વાળાએ આરોપી મહેશભાઈ અને ચંદ્રકાંતભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગત તા.15ના રોજ ફરિયાદી આરોપી મહેશભાઈ અને ચંન્દ્રકાંતભાઈ કેબિન દારૂ અને ઈંડા વેંચતા હોય તેમની કેબિને જતા આરોપીઓએ કહ્યું હતું કે, તું અહીં દારૂ લેવા ન આવતો અહીંથી ચાલ્યો જા આ જગ્યા મારી છે. આમ કહેતા ફરિયાદીએ હમણાં જતો રહું છું તેમ કહેતા ઉશ્કેરાઈ ગયેલા બન્ને શખ્સોએ ઢીકા પાટુનો માર મારી લાકડાના ધોકા વડે ઇજા પહોંચાડી હોવાનું જણાવી વળતી ફરિયાદ નોંધાવી હતી.