Thursday - Jun 25, 2026

મોરબીમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિ ઉજવાશે

મોરબીમાં વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ કરી જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિ ઉજવાશે

પ્રભાતધૂન,અન્નકુટ દર્શન,કેક કટીંગ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો યોજાશે

મોરબી : મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિ મહાપ્રસાદ સહીત પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે. છેલ્લા ૧૩ વર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ ના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગનુ જલારામ મંદિર ખાતે અનેરૂ આયોજન કરવામાં આવ્યું છે.

સંત સિરોમણી જલારામ બાપાની ૨૨૫મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશના ભક્તજનોમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૮-૧૧-૨૦૨૪ શુક્રવાર કારતક સુદ સાતમના રોજ જલારામ બાપાની ૨૨૫મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવાનુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી,૧૨:૩૦ કલાકે મહાપ્રસાદનુ આયોજન કરવામા આવ્યુ છે. જ્યારે મોરબીના જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષે પણ જલારામ જયંતિના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજની વિશેષ વ્યક્તિઓને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવામાં આવશે.