મોરબી : ઇસ્કોન અમદાવાદ દ્વારા સંચાલિત હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર- મોરબી દ્વારા આગામી તારીખ 5/7/2024 ને શનિવારના રોજ બપોરે 3 કલાકે મોરબી શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તો આ રથયાત્રામાં જોડાવવા સર્વે નગર વાસીઓ તથા આજુ બાજુના સર્વે ગ્રામજનોને આમંત્રણ પાઠવામાં આવ્યું છે.
ભગવાન જગન્નાથજી તેમના વિશાળ રથ પર બિરાજમાન થઇને મોરબીની જનતાને દર્શન દેવા માટે નીકળશે. જે હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ( મોર્ડન હોલ ) થઈ દલવાડી સર્કલ, ઉમિયા સર્કલ, નવા બસ સ્ટેન્ડ, બાપાસીતારામ ચોક, રવાપર ચોકડી, એસ પી રોડ નાકા થી રીટર્ન થઈ રવાપર ચોકડી, અવની ચોકડી, ઉમિયા સર્કલ, મોર્ડન હોલ (હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર ) પર પધારશે. આ રથયાત્રામાં દેશ વિદેશથી ભક્તો આવશે જે કીર્તન કરાવશે અને સર્વે રથયાત્રીઓ માટે સાંજે 6 કલાકે મોર્ડન હોલ ખાતે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તકે અતિથિ વિશેષ તરીકે ઈસ્કોન અમદાવાદના પ્રેસિડન્ટ કલાનાથ ચૈતન્ય પ્રભુજી અને ઈસ્કોન રાજકોટના પ્રેસિડન્ટ વૈષ્ણવ સેવા પ્રભુજી ઉપસ્થિત રહેશે.